 
															પરિવારની એકતા જાળવવી એ આપણી મૂળભૂત ફરજ છે. પરિવાર સંગઠિત હોય તો સમાજમાં તેને અનેરૂ સ્થાન આપવામાં આવે છે અને વિશ્વમાં તેની નોંધ લેવામાં આવે છે. સંગઠન એક તાકાત છે, જેના દ્વારા સમાજનું જટિલમાં જટિલ કાર્ય સરળતાથી પૂર્ણ કરી શકાય છે.. સંગઠનથી પરિવાર મજબુત અને સમૃદ્ધ બને છે.
આ સમયમાં પરિવારનું સંગઠન હોવું બહુ જ જરૂરી અને મહત્વનું છે. સમય બદલતો જય છે અને તેની સાથો સાથ પરિવાર વિખરાતો જય છે. આવા સમયમાં જો પરિવાર સંગઠિત હશે તો જ તેનું અસ્તિત્વ સમાજમાં ટકી રહેશે. બાકી સંગઠનથી દુર રહેનારા વ્યક્તિઓ પક્ષીના પીછાની જેમ સંગઠનમાંથી ખરી જાય છે અને સમાજમાં તેઓને કોઈ સ્થાન પ્રાપ્ત થતું નથી તેમજ તેના સંતાનોના ઉજળા ભવિષ્ય અને સામાજિક સંબંધો પર માઠી અસર પડે છે.
સંગઠિત પરિવાર હોય તો તે પરિવારના સંતાનોના શિક્ષણની અને આરોગ્યની પરિવારના મોભી સદસ્યો કરી શકે. આજના યુવાનોને યોગ્ય દિશામાં દોરી જવા માટે કુટુંબની ભાવના અને દ્રઢ મનોબળ સાથે પરિવાર સંગઠિત હોય, તો જ આપણો પરિવાર સમૃદ્ધ બની શકે. ‘ હું સમૃદ્ધ તો મારો પરિવાર સમૃદ્ધ’ ના સુત્રો સાથે ‘સંગઠિત પરિવાર, મજબુત પરિવાર” ની રચના કરવા માટે સંગઠિત હોવું અનિવાર્ય છે.
કોરાટ પરિવારના સંગઠનનો મુખ્ય ઉદ્દેશ્ય જો જોવા જઈએ તો પરિવારને સમાજમાં એક આગવી ઓળખ અને આપણા પરિવારોને સમૃદ્ધ બનાવવા તેમજ આવનાર સમયમાં સંતાનોના સારા ભવિષ્યનું નિર્માણ કરવાનો છે.
૧) વિદ્યાર્થી ફી સહાય માટે વધુ મા વધુ:- 10000 રૂ.
૨) વિદ્યાર્થી સહાય ધોરણ:- 10 પછીના અભ્યાસ માટે આપવામાાં આવશે.
૩) બીમાર  વ્યકિત સહાય માટે હોક્સ્પટલ ખર્ચના 20% અથવા વધુ મા રૂ25000 બને માથી જે ઓછી હશે તે.
૪) ઘરના મુખ્ય વ્યકિત ના મૃત્યુ સમયે વધુ મા 21000 રૂ.
૫) સમાજ સેવકને યોગ્ય પ્રોત્સાહન.
૬) પિતા વગરની દીકરીના લગ્ન સમયે 51000 રૂ
 
															3 weeks ago